કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૪. કોઈ ક્યાંક ઊભું છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 32: Line 32:




{{HeaderNav2
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૩. આ નેત્રનું તેજ|૩૩. આ નેત્રનું તેજ]]
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૩. આ નેત્રનું તેજ|૩૩. આ નેત્રનું તેજ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૫. બે’ની જાગ|૩૫. બે’ની જાગ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૫. બે’ની જાગ|૩૫. બે’ની જાગ]]
}}
}}

Latest revision as of 10:03, 18 September 2021


૩૪. કોઈ ક્યાંક ઊભું છે

નલિન રાવળ

પ્રેયસી?
ના,
તું નહીં.
મિત્ર?
ના,
તુંયે નહીં.
ના પ્રેયસી, ના મિત્ર, ના કોઈ નહીં.
પણ
કોઈ ક્યાંક ઊભું છે.
આ બળતા અવાજોથી ભર્યાં બળતા નગરની
બ્હાર
મારી કામનાના
આભથી પૃથ્વી લગી પથરાયેલાં રેતીરણોની
બ્હાર
અણજાણ ઓળાઓભર્યા અવકાશનીયે
બ્હાર
રણકે એક ગેબી સૂર

સૂરનીયે પાર
ઊભું કોઈ
આ સૂર્યભીના દિવસના ને ચન્દ્રભીની રાત્રિના પર્દા પૂંઠે
ક્યાંક
ઊભું કોઈ
કોઈ ક્યાંક મારી રાહ જુએ છે.
(અવકાશપંખી, પૃ. ૧૫૩)