કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૧. તડકો

૨૧. તડકો

નિરંજન ભગત

તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદઈ ગઈ છે સડકો!

કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશેયે જરીક તો કોઈ અડકો!

જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનનેયે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગાાળી દેવા કોણ મેલશે ભડકો?

(બૃહદ છંદોલય, પૃ. ૧૫૪)