કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{HeaderNav
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૮. એક ફળ | ૪૮. એક ફળ ]]
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૮. એક ફળ | ૪૮. એક ફળ ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી | ૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૫૦. સ્ટેટ્યૂ ઑફ લિબર્ટી | ૫૦. સ્ટેટ્યૂ ઑફ લિબર્ટી ]]
}}
}}

Latest revision as of 12:42, 4 September 2021

૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી

નિરંજન ભગત

આ ન્યૂ યૉર્ક નામે પંખી!
શું અધખૂલી બે પાંખે,
નભનીરખતી આંખે
રહ્યું અગમને ઝંખી?

નસનસમાં તો ઘેન,
ને ઘડી ન તોયે ચેન,
તે ગયું હશે શું ડંખી?

જુઓ, આ જગ જ્યાં બૂડ્યું,
ત્યાં તો ઓ ઊડ્યું, ઓ ઊડ્યું
એ ન્યૂ યૉર્ક નામે પંખી!

૧૯૮૫

(બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)