કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 18: Line 18:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૮. એક ફળ | ૪૮. એક ફળ ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી | ૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી ]]
}}

Revision as of 12:41, 4 September 2021

૪૯. આ ન્યૂ યૉર્ક નામે પંખી

નિરંજન ભગત

આ ન્યૂ યૉર્ક નામે પંખી!
શું અધખૂલી બે પાંખે,
નભનીરખતી આંખે
રહ્યું અગમને ઝંખી?

નસનસમાં તો ઘેન,
ને ઘડી ન તોયે ચેન,
તે ગયું હશે શું ડંખી?

જુઓ, આ જગ જ્યાં બૂડ્યું,
ત્યાં તો ઓ ઊડ્યું, ઓ ઊડ્યું
એ ન્યૂ યૉર્ક નામે પંખી!

૧૯૮૫

(બૃહદ છંદોલય, પૃ. ૩૮૯)