કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૧. એ દિવસો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 32: Line 32:
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૧૪૦)'''|}}
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૧૪૦)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૦. યૌવના
|next = ૧૨. વીરની વિદાય
}}

Revision as of 10:54, 13 June 2022


૧૧. એ દિવસો


(ઢાળ : ઓધાજી સંદેશો કહેજો શ્યામને)


ચન્દન છાંટી ચોક સમાર્યો વ્યોમનો,
રજની રસીલી હસતી લલિત વર હાસ જો !
ચાંદલિયો ઉર ભરી ભરી રસ કંઈ ઢોળતો,
આપણ પણ રમતાં’તાં વિરલ વિલાસ જો !
          એવા યે દિવસો પણ પ્રિયતમ ! વહી ગયા.

ફૂલફૂલની પાંખડીઓ મીંચઈ ઢળી જતી,
નમી નમી સુરભિ લેતા પ્રિયને ઉછંગ જો !
નયનોમાં નયનો ઢાળીને હેત શું
ઊજવ્યો ઉત્સવ સ્હમજી પરમ પ્રસંગ જો !
          એવા દિવસ હતા તે પ્રિયતમ ! વહી ગયા.

પ્રિયતમ ! એ શશિરાજ ચ્હ્ડન્ત અટારીએ,
પદે રમે ન્હાનકડો અનિલકુમાર જો !
ને મદભર રજનીનાં નયનો નાચતાં,
હૃદય ઝીલે સૌનાં અમૃતની ધાર જો !
          એવા દિનનાં શમણાં પ્રિયતમ ! વહી ગયાં.

પલ્લવમાં પલ્લવના પાલવ પાથરી
પંખી પ્હોડ્યાં ભીડીને પાંખ શું પાંખ જો !
વિલસે આજ જગત સઉ રસના અંકમાં,
અજબ વિલસતી અલબેલી તુજ આંખ જો !
          એવા રસદિવસો યે પ્રિયતમ ! વહી ગયા.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૧૪૦)