કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૬. ફૂલ હું તો ભૂલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. ફૂલ હું તો ભૂલી|<br>(ઢાળ : ઝાઝી જટા ને મહાદેવ રમે કોડે)}} <poem> વ...")
 
No edit summary
Line 30: Line 30:
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૯૭)'''|}}
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૯૭)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૫. વસંત લ્યો
|next = ૧૭. સોણલાં
}}

Revision as of 10:57, 13 June 2022

૧૬. ફૂલ હું તો ભૂલી


(ઢાળ : ઝાઝી જટા ને મહાદેવ રમે કોડે)


વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી;
ભૂલ્યું ભુલાય એમ કેમ ? અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

ઊગી આષાઢ કેરી વાદળી આકાશે;
દીઠો મહીં ભર્યો પ્રેમ અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાદળીમાં વીજળીની વેલડી ઝબૂકે;
દીઠી મહીં રસઆંખ, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાડીમાં મોરલા કલા કરી રહ્યા’તા;
દીઠી મહીં રૂપપાંખ, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

મીઠું શું આભની યે પાર કાં ગાજ્યું;
સૂણ્યા મહીં મુજ કાન્ત, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

અંગુલિના સ્પર્શ સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં
નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૯૭)