કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૬. ફૂલ હું તો ભૂલી

From Ekatra Wiki
Revision as of 09:30, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬. ફૂલ હું તો ભૂલી|<br>(ઢાળ : ઝાઝી જટા ને મહાદેવ રમે કોડે)}} <poem> વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૬. ફૂલ હું તો ભૂલી


(ઢાળ : ઝાઝી જટા ને મહાદેવ રમે કોડે)


વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી;
ભૂલ્યું ભુલાય એમ કેમ ? અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

ઊગી આષાઢ કેરી વાદળી આકાશે;
દીઠો મહીં ભર્યો પ્રેમ અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાદળીમાં વીજળીની વેલડી ઝબૂકે;
દીઠી મહીં રસઆંખ, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાડીમાં મોરલા કલા કરી રહ્યા’તા;
દીઠી મહીં રૂપપાંખ, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

મીઠું શું આભની યે પાર કાં ગાજ્યું;
સૂણ્યા મહીં મુજ કાન્ત, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

અંગુલિના સ્પર્શ સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં
નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૯૭)