કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૦. હો! રણને કાંઠલડે રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. હો! રણને કાંઠલડે રે|<br>(ઢાળ : આછા ઝરમરિયા રે)}} <poem> પાછલી તે ર...")
 
No edit summary
Line 30: Line 30:
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૩૨૮)'''|}}
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૩૨૮)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૯. સૂનાં સૂનાં સ્નેહધામ
|next = ૨૧. ખમ્મા વીરાને
}}

Revision as of 11:00, 13 June 2022

૨૦. હો! રણને કાંઠલડે રે


(ઢાળ : આછા ઝરમરિયા રે)


પાછલી તે રાતનાં અજવાળિયાં રે,
ચન્દનીથી ચીતર્યાં સમીર :
          હો ! રણને કાંઠડલે રે.

પંચાસરે તે પાંચ સરોવરો રે,
પુણ્યપાપચીતરેલાં નીર :
          હો ! રણને કાંઠડલે રે.

ફૂદડીની ભાત ભલી દાખવતાં રે,
આભલાંથી ચીતરેલ વ્યોમ :
          હો ! રણને કાંઠડલે રે.

જાહોજલાલી જૂની ગુજરાતની રે,
ઇતિહાસચીતરેલી ભોમ :
          હો ! રણને કાંઠડલે રે.

રંક અને રાજવીની વાતલડી રે,
દુઃખસુખચીતર્યું અનિત્ય :
          હો ! રણને કાંઠડલે રે.

કાળ કેરા આંકડા ઉકેલતાં રે,
હર્ષશોકચીતરેલું ચિત્ત :
          હો ! રણને કાંઠડલે રે.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૩૨૮)