કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૦. હો! રણને કાંઠલડે રે

From Ekatra Wiki
Revision as of 09:50, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. હો! રણને કાંઠલડે રે|<br>(ઢાળ : આછા ઝરમરિયા રે)}} <poem> પાછલી તે ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૦. હો! રણને કાંઠલડે રે


(ઢાળ : આછા ઝરમરિયા રે)


પાછલી તે રાતનાં અજવાળિયાં રે,
ચન્દનીથી ચીતર્યાં સમીર :
          હો ! રણને કાંઠડલે રે.

પંચાસરે તે પાંચ સરોવરો રે,
પુણ્યપાપચીતરેલાં નીર :
          હો ! રણને કાંઠડલે રે.

ફૂદડીની ભાત ભલી દાખવતાં રે,
આભલાંથી ચીતરેલ વ્યોમ :
          હો ! રણને કાંઠડલે રે.

જાહોજલાલી જૂની ગુજરાતની રે,
ઇતિહાસચીતરેલી ભોમ :
          હો ! રણને કાંઠડલે રે.

રંક અને રાજવીની વાતલડી રે,
દુઃખસુખચીતર્યું અનિત્ય :
          હો ! રણને કાંઠડલે રે.

કાળ કેરા આંકડા ઉકેલતાં રે,
હર્ષશોકચીતરેલું ચિત્ત :
          હો ! રણને કાંઠડલે રે.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૩૨૮)