કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૮. વિરાટનો હિન્ડોળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૮. વિરાટનો હિન્ડોળો|}} <poem> વિરાટનો હિંડોળો ઝાકમઝોળ; કે આભન...")
(No difference)

Revision as of 11:35, 13 June 2022

૩૮. વિરાટનો હિન્ડોળો


વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;
કે આભને મોભે બાંધ્યા દોર :
          વિરાટનો હિંડોળો.

પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિંડોળો,
          ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમંત્ર
          ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ :
વિરાટનો હિંડોળો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)