કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૯. શતદલ પદ્મમાં પોઢેલો

From Ekatra Wiki
Revision as of 11:38, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯. શતદલ પદ્મમાં પોઢેલો|}} <poem> {{Space}}શતદલ પદ્મમાં પોઢેલો હો! પર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૯. શતદલ પદ્મમાં પોઢેલો


         શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ,
          શોધી રસકુંજ જ્ય્હાં રમેલો;
શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ :
          દીઠો ન દુનિયાફોરેલો;
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

ફૂલડે ફૂલડે વસંત શો વસેલો,
          પાંખડી પાંખડી પૂરેલો,
ભ્રમર ભ્રમર કીધ સંગીતસોહામણો,
          પંખીડે પંખીડે પઢેલો :

હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

અડઘેરી પાંદડીઓ વીણતાંમાં વેરી, ને
          આસવ ઢોળિયો અમોલો;
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
          જીવનપરાગ જગત્ ઘેલો,
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

          શતદલ પદ્મમાં પોઢેલો
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨૬)