કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૪. મહીંડાં

From Ekatra Wiki
Revision as of 12:20, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૪. મહીંડાં


(ઢાળ : પાલવડો મ્હારો મ્હેલો, મોહનજી !
મારગડે મ્હને જાવા દિયો)

હલકે હાથે તે નાથ ! મહીડાં વ્હલોવજો.
          મહીડાંની રીત ન્હોય આવી રે લોલ.

ગોળી નન્દાશે, નાથ ! ચોળી છંટાશે, નાથ !
          મોતીડાંની માળા તૂટશે રે લોલ;

ગોળી નન્દાશે ને ગોરસ વહી જશે,
          ગોરીનાં ચીર પણ ભીંજશે રે લોલ :
          હલકે હાથે તે નાથ !

ન્હાની શી ગોરસીમાં જમનાજી ઊછળે
          એવી ન નાથ ! દોરી રાખો રે લોલ;
ન્હાની શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
          હળવે ઉઘાડી નાથ ! ચાખો રે લોલ;
          હલકે હાથે તે નાથ !

(ન્હાના ન્હાના રાસ ભાગ-૨ પૃ. ૪૪)