કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૮. મ્હારે જાવું પેલે પાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૮. મ્હારે જાવું પેલે પાર|}} | {{Heading|૪૮. મ્હારે જાવું પેલે પાર|ન્હાનાલાલ}} | ||
Revision as of 05:17, 21 June 2022
૪૮. મ્હારે જાવું પેલે પાર
ન્હાનાલાલ
હો ! મ્હારે જાવું પેલે પાર;
હવે માછીડા ! હોડી હંકાર :
મ્હારે જાવું પેલે પાર.
જમણે કાંઠે મથુરાનગરી,
ડાબે ગોકુળ ગામ;
આ આરે મ્હારી દેહ ઊભી છે,
ત્ય્હાં છે આતમરામ :
મ્હારે જાવું પેલે પાર.
આભનો સાગર જળજળ ભરિયો,
મહીં સૂરજ ને સોમ;
આ આરે છે ધરતીની ભેખડ,
ત્ય્હાં છે ચેતન-ભોમ :
મ્હારે જાવું પેલે પાર.
હલકી હેલે આયુષ્ય ઊછળે
જગના વાય સમીર;
આ આરે મ્હારી આશાની કુંજો,
ત્ય્હાં છે પ્રેમમન્દિર :
મ્હારે જાવું પેલે પાર.
હવે માછીડા ! હોડી હંકાર,
મ્હારે જાવું પેલે પાર...
(જહાંગીર-નૂરજહાન)
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૪)