કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૮. મ્હારે જાવું પેલે પાર

From Ekatra Wiki
Revision as of 14:52, 14 June 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૮. મ્હારે જાવું પેલે પાર|}} <poem> હો ! મ્હારે જાવું પેલે પાર; હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૮. મ્હારે જાવું પેલે પાર


હો ! મ્હારે જાવું પેલે પાર;
હવે માછીડા ! હોડી હંકાર :
મ્હારે જાવું પેલે પાર.
જમણે કાંઠે મથુરાનગરી,
ડાબે ગોકુળ ગામ;
આ આરે મ્હારી દેહ ઊભી છે,
ત્ય્હાં છે આતમરામ :
મ્હારે જાવું પેલે પાર.
આભનો સાગર જળજળ ભરિયો,
મહીં સૂરજ ને સોમ;
આ આરે છે ધરતીની ભેખડ,
ત્ય્હાં છે ચેતન-ભોમ :
મ્હારે જાવું પેલે પાર.
હલકી હેલે આયુષ્ય ઊછળે
જગના વાય સમીર;
આ આરે મ્હારી આશાની કુંજો,
ત્ય્હાં છે પ્રેમમન્દિર :
મ્હારે જાવું પેલે પાર.
હવે માછીડા ! હોડી હંકાર,
મ્હારે જાવું પેલે પાર...
(જહાંગીર-નૂરજહાન)
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૪)