કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧. એ સોળ વરસની છોરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:


{{HeaderNav
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧. એ સોળ વરસની છોરી|૧. એ સોળ વરસની છોરી]]
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/આ શ્રેણીના સંપાદકો |આ શ્રેણીના સંપાદકો ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ . જાયા| . જાયા]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/. કંચુકીબંધ છૂટ્યા ને|. કંચુકીબંધ છૂટ્યા ને]]
}}
}}

Latest revision as of 12:13, 18 September 2021


૧. એ સોળ વરસની છોરી

પ્રિયકાન્ત મણિયાર

એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી. એo

ગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી. એo

મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘુઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી. એo

એનાં પગલે પગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી. એo
(આ નભ ઝૂક્યું, ૨૦૦૦, પૃ. ૫)