કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૨. કેળનાં પાન

Revision as of 09:09, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. કેળનાં પાન| નલિન રાવળ}} <poem> આંખની સામે ઊડતાં ઊભાં કેળનાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૨. કેળનાં પાન

નલિન રાવળ

આંખની સામે ઊડતાં ઊભાં કેળનાં વિશાળ પાન
જાણે કાય વિનાની ગાય છે હવા લીલમલીલાં ગાન.

એટલાં પ્રલંબ
જાણે તરુ સ્વયં — કેટલું કાઢ્યું ગજું
જોકે ફળ ના હજુ.

જેટલાં મળે જલ
એટલાં સકળ પીતાં
જાય ના ટીપું એળે
તોય એ તરસ, તરસ, તરસ...

રંગ ના દૂજોઃ એકલ લીલમ લીલો
સાતમાંથી એક સહુથી મીઠો
તપતા રાતા સૂરજમાંથી સેરવી લીધો.

ડાંડલી ડોલે
બાજે ભૂંગળ ગાજ્યાં ગાન
એટલાં વેગે — કેટલાં કોમલ — જાય ચિરાઈ!
કરાલ મને સાંભરી આવે વાત.
દરિયો ભીષણ ખેડવો, ભલે સઢના ચીરા!
(આ નભ ઝૂક્યું, પૃ. ૯૧-૯૨)