કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૮. આકાશ, આકાશ, આકાશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૮. આકાશ, આકાશ, આકાશ|પ્રિયકાન્ત મણિયાર}} <poem> આકાશ, આકાશ, આકાશ!...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૬૫)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૬૫)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૪૭. ચિરંતન નારી
|next = ૪૯. શબ્દો
}}

Latest revision as of 09:00, 21 September 2021


૪૮. આકાશ, આકાશ, આકાશ

પ્રિયકાન્ત મણિયાર

આકાશ, આકાશ, આકાશ!
માળામાંથી ભાગી જતાં પંખીઓ,
અને માળામાં જ રહેતાં પંખીઓ;
બે જ પ્રકાર છે
બેમાંથી એકને આકાશ ઓળખે છે
હે ભીરુ, ન ઊડનારાઓ! સૂકાં તણખલાં હૂંફ આપે છે એ સાચું
પણ સુસવાટામાં ઊંચે ઊડવું
આકાશને અડી જતું — સ્હેજમાં રહી જતું ગીત ગાવું
એનો તો આનંદ જ ઓર છે!
ઊડીએ છીએ ત્યારે જ પાંખો પાંખો બને છે
જેમ પાંખડીઓ ઊઘડે છે ત્યારે પુષ્પ પુષ્પ બને છે એમ!
ન ઊડતી પાંખો અને ઊડતી પાંખો
એ બે વચ્ચે પડ્યું છે માત્ર શિલાઓના શરીરવાળું અચેતન મૃત્યુ
આકાશ, આકાશ, આકાશઃ મારામાંથી કોઈ સાદ પાડે છે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૬૫)