કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૫૦. વૃદ્ધ


૫૦. વૃદ્ધ

પ્રિયકાન્ત મણિયાર

વર્ષોનો દમનો દર્દી
છેવટ લાચાર થઈ નાના નાના ગળફા પાછા ગળી જાય
— કેટલી વાર કાઢવાનો કંટાળો કે અશક્તિ લાચારી —
એમ હું મારા આ અણગમતા પ્રહરોને
મારાથી દૂર કરી શકતો નથી
પણ મારામાં જ ગળી જાઉં છું.
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૭૫)