કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૨. શું હસવું? શું રડવું?

Revision as of 06:32, 8 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. શું હસવું? શું રડવું?|}} <poem> શું હસવું? શું રડવું? શૂન શિખરના પવન-પગથિયે {{Space}} શું ચડવું? શું પડવું?— {{Space}} શું હસવું? શું રડવું? ઘડીક તીખો તડકો તપતો, {{Space}} ઘડીક ઢળતી છાયા; રાત પડે ત્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૨. શું હસવું? શું રડવું?


શું હસવું? શું રડવું?
શૂન શિખરના પવન-પગથિયે
          શું ચડવું? શું પડવું?—
          શું હસવું? શું રડવું?
ઘડીક તીખો તડકો તપતો,
          ઘડીક ઢળતી છાયા;
રાત પડે ત્યાં રસ્તો પકડે
          માયાવી આ કાયાઃ
વાદળની લીલામાં વસતાં
          શું લસવું? શું લડવું?—
          શું હસવું? શું રડવું?
ભુલામણીમાં હરદમ ભટકે
          આતમની અસવારી;
બાંધી મૂઠીમાં મતલબની
          જીતી બાજી હારીઃ
ખેલ બધો છે ખાલી તેમાં
          શું ખોવું? શું જડવું?
          શું હસવું? શું રડવું?

૧૫-૪-’૫૩ (ગોરજ, પૃ. ૯૫)