કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૫. નિકટ હરિનો દેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫. નિકટ હરિનો દેશ|}} <poem> નયન રે નિકટ હરિનો દેશ! રોજ રોજ એ ભમું ભૂમિ પર ખબર નહીં લવલેશ. કયા કાંઠે એની વેણુ વાગે? ક્યાં ગોવાળી વેષ? સૂરત જોયા વિણ સૂરે મન ચડે મગન ઉન્મેષ. શ્યામ સરોરુ...")
 
No edit summary
 
Line 23: Line 23:
૧૯-૧૧-’૫૧
૧૯-૧૧-’૫૧
{{Right|(ગોરજ, પૃ. ૧૩૬)}}
{{Right|(ગોરજ, પૃ. ૧૩૬)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૪. આ અંધકાર શો મહેકે છે
|next = ૧૬. ચલો આપણે દેશ
}}

Latest revision as of 11:10, 10 November 2022

૧૫. નિકટ હરિનો દેશ


નયન રે નિકટ હરિનો દેશ!
રોજ રોજ એ ભમું ભૂમિ પર ખબર નહીં લવલેશ.

કયા કાંઠે એની વેણુ વાગે? ક્યાં ગોવાળી વેષ?
સૂરત જોયા વિણ સૂરે મન ચડે મગન ઉન્મેષ.

શ્યામ સરોરુહ કાયા ક્યાં એ? ક્યાં એ ઘુંઘર કેશ?
સ્પર્શ વિના પણ પામું એનો ગહન ગાઢ આશ્લેષ.

હરિ! તમ નગરી મહીં અમારી આવી દશા હંમેશ,
નિકટ વસી, નિરખ્યાં વિણ પીવાં અમૃત-પ્રેમ અશેષ.

રજ રજમાં વ્રજ કેરી પ્રતીતિ આપો હવે રસેશ!
નયણાં સામે એક તમોને નિરખું નિત અનિમેષ.

૧૯-૧૧-’૫૧ (ગોરજ, પૃ. ૧૩૬)