કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૬. ચલો આપણે દેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. ચલો આપણે દેશ|}} <poem> જોગિયા, ચલો આપણે દેશ, દોરંગી આ દુનિયા કેરા દેખી લીધા વેશ. બજાર વીંધી ચલો બાવરે, કર લો સીંગી સાદ. સાંઈ-શબદનો ઘૂમે ઘરોઘર આ નોતરતો નાદ. ભવનું ભાડું ઉતાર પ્યાર...")
 
No edit summary
 
Line 22: Line 22:
૧૫-૬-’૫૪
૧૫-૬-’૫૪
{{Right|(ગોરજ, પૃ. ૧૪૫)}}
{{Right|(ગોરજ, પૃ. ૧૪૫)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૫. નિકટ હરિનો દેશ
|next = ૧૭. આવો!
}}

Latest revision as of 11:11, 10 November 2022

૧૬. ચલો આપણે દેશ


જોગિયા, ચલો આપણે દેશ,
દોરંગી આ દુનિયા કેરા દેખી લીધા વેશ.

બજાર વીંધી ચલો બાવરે, કર લો સીંગી સાદ.
સાંઈ-શબદનો ઘૂમે ઘરોઘર આ નોતરતો નાદ.

ભવનું ભાડું ઉતાર પ્યારે, ઉઠાવ ડંડા-ડેરા!
ભાર હુવા સો ભસમ લગાવી, ચલ બે સાંજ સબેરા.

ધરતી ને અંકાશ મળે જ્યાં તેજ તિમિરના છેડા,
કાળ બિચારો ફોગટ ફરતો વહાં હમારા કેડા.

રેણ ગઈ રસ્તામાં અવધૂ, ટશરો ફૂટી રાતી,
સાહિબકે ઘર સુરતા સાંધો, હવે મગનમેં માતી.

૧૫-૬-’૫૪ (ગોરજ, પૃ. ૧૪૫)