કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૮. પંખી આંધળું

From Ekatra Wiki
Revision as of 11:12, 10 November 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૮. પંખી આંધળું


ઊંડેરી વનરામાં પંખી આંધળું,
ભમે કાંઈ પાંખોને પછડાટ જી;
આંખોના ઓલાયા જેના દીવડા,
ગરુ, એને દિયો તેજલ વાટ જી,
ઊંડેરી વનરામાં પંખી આંધળું.

સૂરજ-ચાંદાની તેજ તળાવડી
ધીરે નહીં છાપું છાંટ જી;
તેજના તરસ્યાને અંગે અંગમાં
ભાલાં ભોંકે કાળી કાંટ જી. —ઊંડેરીo

ઘેરા ઘેરા વડલાની છાંયમાં,
ગરુ, તારી ધૂણીનો અંજવાસ જી;
પડદા વીંધીને અંધી આંખના
ચીંધે ઊજળા આભાસ જી. —ઊંડેરીo

આંધળું આવે પંખી ઊડતું,
ઊંડા વનની મોઝાર જી,
લીઓ ને લીઓ ગરુ, ગોદમાં,
કરો એનું જીવતર ઝોકાર જી.
ઊંડેરી વનરામાં પંખી આંધળું.

૨૫-૯-’૫૨ (ગોરજ, પૃ. ૧૫૩)