કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૩. એમનું કેવું ગજું!

૨૩. એમનું કેવું ગજું!


         એમનું કેવું ગજું!
         મીથનું ખાધું વડું.
         હે અછાંદસ! શું થયું
         કેમ બોલે ખોખરું?
         સાંજમાં ને રાતમાં
         બે દીવાલોમાં વસું.
         સર્પનો આકાર તો
         સર્પથી ડંખે ઘણું.
         ઊંઘમાં અજગર બનું
         હા, બીજું તો શું કરું?
         ઘર હતું તે ના રહ્યું
         કહી શકું છું એટલું.
         એક અંધારું હતું
         તે પછી બીજું થયું.
         એક અંધારું હતું
         એ કહે, હું બહુ ગમું.
         એક અંધારું કહે
         એટલું બસ હું કહું.
૪-૮-૮૫
(અગિયાર દરિયા, પૃ. ૧૧)