કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૧. ઘણાં ઘર...

૩૧. ઘણાં ઘર...


ઘણાં ઘર થાય છે ખાલી જગતમાં
છતાં રસ્તા તો રસ્તામાં રહે છે.
બરફ થઈ જાઉં તો સારું હવે તો
બધા લોકો મને પાણી કહે છે,
બગાસાં છે કે ટોળાં છે નકામાં
દિવસ ને રાત ગણગણતાં રહે છે.
નદી, સાગર એ સમજે છે બિચારાં
ઊછળતાં કે ધીરાં, પાણી વહે છે.
મૂકી દઉં આજ અક્ષરને ખીસામાં
ઘણા દિવસોથી ખાલીખમ રહે છે.
(અગિયાર દરિયા, પૃ. ૪૬)