કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૧. ઘણાં ઘર...

Revision as of 15:28, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. ઘણાં ઘર...|}} <poem> ઘણાં ઘર થાય છે ખાલી જગતમાં છતાં રસ્તા તો ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૧. ઘણાં ઘર...


ઘણાં ઘર થાય છે ખાલી જગતમાં
છતાં રસ્તા તો રસ્તામાં રહે છે.
બરફ થઈ જાઉં તો સારું હવે તો
બધા લોકો મને પાણી કહે છે,
બગાસાં છે કે ટોળાં છે નકામાં
દિવસ ને રાત ગણગણતાં રહે છે.
નદી, સાગર એ સમજે છે બિચારાં
ઊછળતાં કે ધીરાં, પાણી વહે છે.
મૂકી દઉં આજ અક્ષરને ખીસામાં
ઘણા દિવસોથી ખાલીખમ રહે છે.
(અગિયાર દરિયા, પૃ. ૪૬)