કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૮. અમે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૧૮. અમે}}
<poem> અમે તમારા ખેતર વચ્ચોવચ યુગોના લઈ અબોલા એક પગે ઊભેલ ચાડિયા; ભીની ભીની સોડમના પથરાય છાંયડા, કોરામોરા અમે વચાળે, બધી દિશામાં ટગર ટગર તાકીને રહીએ. અમે તમારા ખેતર ઉપર ઢળતુ...")

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૧૮. અમે}}

{{Heading|૧૮. અમે}}

<poem>
<poem>
Line 27: Line 28:
રાતવરત આવો,
રાતવરત આવો,
તો અમને મળજો!
તો અમને મળજો!

૧૯૭૧
૧૯૭૧
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૮૧)}}

{{Right|(અંતરનું એકાંત, પૃ. ૮૧)}}

{{HeaderNav2
|previous = ૧૭. બપોર
|next = ૧૯. ૩૦ જાન્યુઆરી

Latest revision as of 05:08, 13 November 2022

૧૮. અમે

અમે તમારા ખેતર વચ્ચોવચ
યુગોના લઈ અબોલા
એક પગે ઊભેલ ચાડિયા;
ભીની ભીની સોડમના પથરાય છાંયડા,
કોરામોરા અમે વચાળે,
બધી દિશામાં ટગર ટગર તાકીને રહીએ.

અમે તમારા ખેતર ઉપર
ઢળતું ભૂરું આભ,
ચાસમાં તરબોળાતા પડછાયામાં
રૂપ અમારું જોતાં મોહ્યાં ઝાડપાંદડે
ખરતું અચરજ ઝીલ્યા કરીએ.

અમે તમારી અડખેપડખે પડતી
સારસપગલી,
પગલી ખેતરમાં વવરાવો તો
સારસ થૈને ઊગી નીકળીએ.

અમે તમારા ખેતર ફરતા શેઢા,
અમને વીંટળાઈ ઊગ્યું છે ખેતર;
ખેતર ભર્યા સમંદર,
— ખેતર મબલક મૉલ તમારા,
શેઢે લીલીસૂકી વાડ,
વાડનું છીંડું ઠેલી
રાતવરત આવો,
તો અમને મળજો!

૧૯૭૧

(અંતરનું એકાંત, પૃ. ૮૧)