કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૫. ઓણ

Revision as of 02:43, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૨૫. ઓણ}}<br> <poem> ડૂંડે બેઠા છે રૂડા દાણા પટલાણી, {{Space}} {{Space}} ઓણ દીકરીનાં કરી દઈં આણાં... {{Space}} ગોફણ સંકેલીને મેલી દે, આવ્ય આંય {{Space}}{{Space}} {{Space}} સોડમની પથરાતી છાયા, {{Space}} ચાંચને ઉલેચ્યે નઈં ઊણી થઈ જાય {{Spa...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૫. ઓણ


ડૂંડે બેઠા છે રૂડા દાણા પટલાણી,
                    ઓણ દીકરીનાં કરી દઈં આણાં...

          ગોફણ સંકેલીને મેલી દે, આવ્ય આંય
                             સોડમની પથરાતી છાયા,
          ચાંચને ઉલેચ્યે નઈં ઊણી થઈ જાય
                             આ લીલુડા દરિયાની માયા;
— દીકરિયું જેવાં આ પંખીડાં, ઈમનેય ઊડવાના આવશે ટાણાં...
                    પટલાણી, ઓણ દીકરીનાં કરી દઉં આણાં...

          મેંદીની ભાત્ય હોય એવી આ ખેતરમાં
                             ડૂંડાની ભાત્ય કાંઈ જાગે!
          પાનેતર પહેરીને ઊભેલી તરવરતી
                             કન્યા જેવી જ સીમ લાગે;
તારા આણામાં સાહેલિયુંએ ગાયાં’તાં —
                    સંભળાવ્ય આજ તો ઈ ગાણાં...
પટલાણી, કેવા ડૂંડાંને બેઠા છે દાણા!
                    પટલાણી ઓણ દીકરીનાં કરી દઈં આણાં...

૧૯૭૦ (અંતરનું એકાંત, પૃ. ૧૦૭)