કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૫. શબદમેં

૪૫. શબદમેં

શબદમેં જીનકું ખબરાં પડીં
          ક્યા પાટી ક્યા પેન અરે!
ક્યા ઘૂંટે બારાખડી —
          શબદમેં જીનકું ખબરાં પડી...

અગમ નિગમ, આત્માપરમાત્મા
                   બાતાં બડી બડી
દેખ સામને કૌન ખડા હૈ
                   ખૂલી રહી પાંખડી.
                    શબદમેં જીનકું ખબરાં પડી...

ઘરમેં, બાહર, ઉપર, નીચે
                    ભીડ લગી હૈ બડી,
બાહર ખો કે બૈઠા થા વો
                   ચીજાં ભીતર જડી.
                    શબદમેં જીનકું ખબરાં પડી...

જીવ-શિવકા ભેદ બતાયા
                   જીભ કાન સે લડી
અનહદ કા દરબાર કહાં હૈ
                   મીલે ન કોઈ કડી.
                    શબદમેં જીનકું ખબરાં પડી...

રાત-દિવસ કા મેલ મિલાયા
                    – કહાં હૈ તેરી ઘડી!
જડ-ચેતન કી દુનિયા સરજી
                   કોઈ ભૂલ ના પડી.
                    શબદમેં જીનકું ખબરાં પડી...

ક્યા પાટી ક્યા પેન અરે!
                   ક્યા ઘૂંટે બારાખડી –
          શબદમેં જીનકું ખબરાં પડી....


૧૧-૭-૧૨

(અંતરનું એકાંત, પૃ. ૨૨૦-૨૨૧)