કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૫. તારું પહેલા વરસાદ સમું આવવું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫. તારું પહેલા વરસાદ સમું આવવું|રમેશ પારેખ}} <poem> ફાગણની ઝાળ...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૬૬-૬૭)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૬૬-૬૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૪. હવે આંખોનું નામ નહીં આંખો
|next = ૬. તમે ઘેર આવ્યાં ને, સોનલ...
}}

Latest revision as of 09:18, 21 September 2021


૫. તારું પહેલા વરસાદ સમું આવવું

રમેશ પારેખ

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું?

૮-૬-’૬૯/રવિ
(છ અક્ષરનું નામ, પૃ. ૬૬-૬૭)