કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૮.રમ્ય શાંતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮.રમ્ય શાંતિ|}} <poem> એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર પવન પણે...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૮.રમ્ય શાંતિ|}}
{{Heading|૧૮.રમ્ય શાંતિ|રાવજી પટેલ}}


<poem>
<poem>

Latest revision as of 11:59, 17 June 2022


૧૮.રમ્ય શાંતિ

રાવજી પટેલ

એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
પવન પણે જો પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે !

વૃક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે...
જાગે સૂર્ય એકલો.

નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા.
તળાવનું પોયણ જલ સ્વપ્નવધૂના પેટ સરીખું હાલે !
પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું
એકમેક પર ડોક પાથરી સૂતું.
ઉદ્ગાર કાઢી ન શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી’તી...
(અંગત, પૃ. ૩૦)