કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૪. સુખડ અને બાવળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. સુખડ અને બાવળ|}} <poem> સુખનાં સુખડ જલે રે મારા મનવા! દુઃખના...")
 
No edit summary
 
Line 8: Line 8:
દુઃખનાં બાવળ બળે —
દુઃખનાં બાવળ બળે —
બળે રે જી… દુઃખનાં બાવળ બળે.
બળે રે જી… દુઃખનાં બાવળ બળે.
સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને
સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને
બાવળના કોયલા પડે —
બાવળના કોયલા પડે —
Line 13: Line 14:
તરસ્યા ટોળે વળે,
તરસ્યા ટોળે વળે,
વળે રે જી... દુઃખનાં બાવળ બળે.
વળે રે જી... દુઃખનાં બાવળ બળે.
કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે :
કોઈ મગન ઉપવાસે :
Line 22: Line 24:
લખ ચકરાવે ચડે…
લખ ચકરાવે ચડે…
ચડે રે જી… તરસ્યા ટોળે વળે.
ચડે રે જી… તરસ્યા ટોળે વળે.
કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા :
કોઈ પરદુઃખે સુખિયા :
Line 31: Line 34:
ભવમાં ભેગો મળે,
ભવમાં ભેગો મળે,
મળે રે જી… લખ ચકરાવે ચડે.
મળે રે જી… લખ ચકરાવે ચડે.
રંગવિલાસી ભોગી દીઠા,
રંગવિલાસી ભોગી દીઠા,
જોગી બ્રહ્મ-વિલાસી :
જોગી બ્રહ્મ-વિલાસી :
Line 41: Line 45:
સળગે કે ઝળહળે,
સળગે કે ઝળહળે,
હળે રે જી… ભવમાં ભેગા મળે.
હળે રે જી… ભવમાં ભેગા મળે.
સુખનાં સુખડ જલે રે
સુખનાં સુખડ જલે રે
મારા મનવા!
મારા મનવા!

Latest revision as of 09:45, 19 July 2022

૧૪. સુખડ અને બાવળ


સુખનાં સુખડ જલે રે
મારા મનવા!
દુઃખનાં બાવળ બળે —
બળે રે જી… દુઃખનાં બાવળ બળે.

સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને
બાવળના કોયલા પડે —
મારા મનવા!
તરસ્યા ટોળે વળે,
વળે રે જી... દુઃખનાં બાવળ બળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે :
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસેઃ
રે મનવા!
કોઈ મગન સંન્યાસેઃ
સુખનાં સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે…
ચડે રે જી… તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા :
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના મુખિયાઃ
રે મનવા!
કોઈ મંદિરના મુખિયા :
સમદુઃખિયાંનો શંભુમેળો
ભવમાં ભેગો મળે,
મળે રે જી… લખ ચકરાવે ચડે.

રંગવિલાસી ભોગી દીઠા,
જોગી બ્રહ્મ-વિલાસી :
પામર સુખ, અજરામર સુખના
સહુને દીઠા પ્યાસી,
રે મનવા!
સહુને દીઠા પ્યાસી,
બધા ઝઝૂમે —
બધા ઝઝૂમે ઝંખી-ડંખી
સળગે કે ઝળહળે,
હળે રે જી… ભવમાં ભેગા મળે.

સુખનાં સુખડ જલે રે
મારા મનવા!
દુઃખનાં બાવળ બળે.
(સિંજારવ, પૃ. ૧૧૬-૧૧૭)