કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૮. નાનકડી નારનો મેળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮. નાનકડી નારનો મેળો|}} <poem> હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં, ::...")
 
No edit summary
 
Line 9: Line 9:
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
::: ખીલેથી વાછડાં છૂટે રે લોલ.   
::: ખીલેથી વાછડાં છૂટે રે લોલ.   
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
::: વીરડે વાતું  કરશું રે લોલઃ
::: વીરડે વાતું  કરશું રે લોલઃ
::: વાટકે વાટકે ભરશું રે લોલ.   
::: વાટકે વાટકે ભરશું રે લોલ.   
આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
::: હૈયે ફાગણિયો ફોરે રે લોલ :   
::: હૈયે ફાગણિયો ફોરે રે લોલ :   
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
::: ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ.
::: ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
::: વીરડે વાતું  કરશું રે લોલઃ
::: વીરડે વાતું  કરશું રે લોલઃ
::: વાટકે વાટકે ભરશું રે લોલ.
::: વાટકે વાટકે ભરશું રે લોલ.
નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
::: હથેળી હેલને માંજે રે લોલ;
::: હથેળી હેલને માંજે રે લોલ;
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
::: એકબીજાને ગાંજે રે લોલ.
::: એકબીજાને ગાંજે રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
::: વીરડે વાતું  કરશું રે લોલ;
::: વીરડે વાતું  કરશું રે લોલ;
::: વાટકે વાટકે ભરશું રે લોલ.
::: વાટકે વાટકે ભરશું રે લોલ.
સાસુએ માગ્યાં ઊનાં પાણી ને
સાસુએ માગ્યાં ઊનાં પાણી ને
::: સસરે દાતણ માગ્યું રે લોલઃ
::: સસરે દાતણ માગ્યું રે લોલઃ
કાચી નીંદરને કાંઠેથી સપનું
કાચી નીંદરને કાંઠેથી સપનું
::: મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.
::: મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
::: વીરડે વાતું  કરશું રે લોલ;
::: વીરડે વાતું  કરશું રે લોલ;
::: વાટકે વાટકે ભરશું રે લોલ.  
::: વાટકે વાટકે ભરશું રે લોલ.  
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં,
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં,
::: તેજના ટશિયા ફૂટે રે લોલઃ  
::: તેજના ટશિયા ફૂટે રે લોલઃ  
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
::: આપણી વાતું નો ખૂટે રે લોલ.
::: આપણી વાતું નો ખૂટે રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
::: વીરડે વાતું  કરશું રે લોલ;
::: વીરડે વાતું  કરશું રે લોલ;

Latest revision as of 09:41, 19 July 2022

૮. નાનકડી નારનો મેળો


હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલઃ
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.

હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલઃ
વાટકે વાટકે ભરશું રે લોલ.

આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
હૈયે ફાગણિયો ફોરે રે લોલ :
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ.

હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલઃ
વાટકે વાટકે ભરશું રે લોલ.

નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
હથેળી હેલને માંજે રે લોલ;
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
એકબીજાને ગાંજે રે લોલ.

હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલ;
વાટકે વાટકે ભરશું રે લોલ.

સાસુએ માગ્યાં ઊનાં પાણી ને
સસરે દાતણ માગ્યું રે લોલઃ
કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.

હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલ;
વાટકે વાટકે ભરશું રે લોલ.

હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલઃ
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
આપણી વાતું નો ખૂટે રે લોલ.

હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલ;
વાટકે વાટકે ભરશું રે લોલ.
(સિંજારવ, પૃ. ૬૨-૬૩)