કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૮. આંખોનું શરણ

From Ekatra Wiki
Revision as of 09:09, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮. આંખોનું શરણ| }} <poem> તારલા શોધી રહ્યા છે મારી આંખોનું શરણ, એમને પણ જિંદગીભરનું મળ્યું છે જાગરણ. પાપ કીધાં છે પરંતુ હું નહીં શોધું શરણ, ઘેર બેઠાં શક્ય છે ગંગાનું જ્યારે અવતરણ!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૮. આંખોનું શરણ


તારલા શોધી રહ્યા છે મારી આંખોનું શરણ,
એમને પણ જિંદગીભરનું મળ્યું છે જાગરણ.
પાપ કીધાં છે પરંતુ હું નહીં શોધું શરણ,
ઘેર બેઠાં શક્ય છે ગંગાનું જ્યારે અવતરણ!
બંધ આંખો જોઈ ઘૂંઘટ ખોલનારા! ભૂલ થઈ,
હોય ના કૈં પારદર્શક પાંપણોનું આવરણ.
દિલ અને દુનિયા ઉભયને આપનો આધાર છે,
બેઉ પલ્લાં છે બરાબર, શું કરું વર્ગીકરણ?
પાંપણેથી જાગતું મન જોઈને પાછી ફરી,
ઊંઘ આવી’તી બિચારી ચોરવા તારું સ્મરણ.
આ સનાતન ખોજની દ્વિધા ટળે પળવારમાં,
મારી દૃષ્ટિએ જો સ્પર્શે આપનાં દુર્લભ ચરણ.
શુષ્ક આંખો જોઈ મારી લાગણી માપો નહીં,
દિલને ભીંજવવામાં ખૂટી જાય છે અશ્રુઝરણ.
શૂન્ય દૃષ્ટા એક દૃષ્ટિ, આંખ બે, દૃશ્યો અનેક,
મૂળને પામ્યા વિના મુશ્કેલ છે સૌ વિવરણ.
ખાસ ગોળાકાર કરજો દોસ્તો! એની કબર,
આમ દુનિયાથી અલગ છે શૂન્યનાં જીવન-મરણ.

(શૂન્યનો વૈભવ, પૃ. ૩૭૬)