કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૩. સિકંદર લાગું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૩. સિકંદર લાગું| }} <poem> આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું, દર્દ સરખાવીને દેખો તો પયંબર લાગું. કોઈને કામ ન આવે તો એ વૈભવ કેવો? ચાહું છું, મોતી લૂંટાવીને સમંદર લાગું. ફૂલ હોવાની ખ...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૮)}}
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૨. ખુદા મળે
|next = ૪૪. સવાયો છું
}}

Latest revision as of 10:47, 14 November 2022

૪૩. સિકંદર લાગું


આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું,
દર્દ સરખાવીને દેખો તો પયંબર લાગું.

કોઈને કામ ન આવે તો એ વૈભવ કેવો?
ચાહું છું, મોતી લૂંટાવીને સમંદર લાગું.

ફૂલ હોવાની ખુમારી છે મજાની મિત્રો!
દિન ખુદા એવા ન લાવે કે હું પથ્થર લાગું.

બંધ મુઠ્ઠીને એ પોરસ કે ફકીરી સારી,
ખુલ્લા હાથોને ધખારો કે સિકંદર લાગું.

ઓથ લેવી પડે પથ્થરની, મને માન્ય નથી,
શૂન્ય છું, ઠીક છું, ઇચ્છા નથી ઈશ્વર લાગું.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૮)