કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૧. બારી બહાર


૧૧. બારી બહાર

(વંશસ્થ)
વર્ષ્યાં અષાઢી ઘન આજ રે ફરી;
વાછંટની શીત લહેર વાઈ ગૈ,
ઝૂમી ઊઠી મત્ત મહેક લીમડી,
ઓઢ્યાં ધરાએ જળ-લ્હેરિયાં ફરી,
ગ્હેક્યા ફરી કંઠ મયૂરના… અરે!
એ તો બધું બારી બહાર…
૭-૭-૬૮
(જળમાં લખવાં નામ, પૃ. ૪૪)