કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૪. જળની ઝીણી મહેક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૪. જળની ઝીણી મહેક| }} <poem> જળની ઝીણી લહેર સમી તું પળમાં સરી ગઈ,...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૭)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૩. ભલે
|next = ૩૫. સદ્ગત મુકુન્દભાઈ પારાશર્યને
}}

Latest revision as of 09:26, 15 December 2021


૩૪. જળની ઝીણી મહેક

જળની ઝીણી લહેર સમી તું પળમાં સરી ગઈ,
રાતરાણીની મહેકથી મારા મનને ભરી ગઈ.

આંખને ખૂણે એવડું તે શું જોયું;
એક ઘડીમાં કેવડું મલક મોહ્યું!

ધીખતી મરુભોમમાં શ્રાવણ-વાદળી ઝરી ગઈ;
રાતરાણીની લે’રખી જાણે જળમાં ભળી ગઈ.

સપનાં જાણે સામટાં મળ્યાં ટોળે;
સાવ કુંવારા ઓરતા એવું કોળે.

હૈયું ચૂક્યું થડકારો – જ્યાં આંખ બે ઢળી ગઈ,
જળની ઝીણી મહેક તો મારા મનને હરી ગઈ.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૭)