કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૯. મનહરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯. મનહરા| }} <poem> બે અક્ષર તો બોલ, મનહરા; લગરીક આંખો ખોલ, મનહરા....")
 
No edit summary
 
Line 37: Line 37:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૩૦૨)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૩૦૨)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૮. ઢાળ મળે તો ધોડું
|next = ૫૦. પીડના દુહા
}}

Latest revision as of 10:14, 15 December 2021


૪૯. મનહરા

બે અક્ષર તો બોલ, મનહરા;
લગરીક આંખો ખોલ, મનહરા.

ચગી રહ્યો’તો મધ્યાકાશે;
કોણે નાખ્યો ઝોલ, મનહરા.

‘ડફોળ’ તેં ભાખ્યો’તો જેને
ના સમજ્યો તુજ મોલ, મનહરા.

અજબ-ગજબ કંઈ ઇલમી રચવા
કોઈ ન તારે તોલ, મનહરા.

શબ્દોનાં તળિયાં તાગીને
કોણ પકડશે પોલ, મનહરા.

હવે અગાસી ક્યાં જઈ ફરશે;
ક્યાં કરશે કલ્લોલ, મનહરા.

દરિયા તેં અગિયાર લખાવ્યા,
પાળી જાણ્યો કૉલ, મનહરા.

આઘેથી અથડાયો એવો
ભાષા હાલમડોલ, મનહરા.

ખાંસાહેબી, મૌજ-મજાકો
ઊભાં સાવ અબોલ, મનહરા.

ગઝલ ગુંજતી રહેશે હરદમ
માઢુને મનમ્હોલ, મનહરા.

લગરીક આંખો ખોલ, મનહરા;
બે અક્ષર તો બોલ, મનહરા.
(જળમાં લખવાં નામ, પૃ. ૩૦૨)