કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૮. સૂરજ કદાચ ઊગે

Revision as of 09:07, 14 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. સૂરજ કદાચ ઊગે| }} <poem> ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રોમ ચૂગે, ભળભા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૮. સૂરજ કદાચ ઊગે

ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રોમ ચૂગે,
ભળભાંખળું થયું છે; સૂરજ કદાચ ઊગે.
હળવેકથી હવામાં સંચાર ક્યાંક થાતો,
પગલું પડી ગયું છે; રસ્તો કદાચ સૂઝે.
પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે,
તરણું કળી રહ્યું છે; જંગલ કદાચ ઊડે.
ખળખળ થતી હવામાં ડૂબી ગયું ચરાચર,
હૈયું છલી ગયું છે; દરિયો કદાચ ડૂબે.
અણજાણ વાદળી કો’ વરસી ગઈ છે વ્હાણું,
તારોડિયું ખર્યું છે; તડકો કદાચ તૂટે.
૩-૪-૬૮
(જળમાં લખવાં નામ, પૃ. ૨૯)