કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૬. લીલી આ વનરાજી...

From Ekatra Wiki
Revision as of 15:49, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૨૬. લીલી આ વનરાજી...}} <poem> લીલી આ વનરાજી, નીલ નભ ત્યાં નીચે નમીને પૂછે: ‘ક્યાં એ પંખી ગયાં પ્રસન્ન ટહુકા જેના હજી સાંભળું ?’ વૃક્ષોનાં સ્મિત થૈ બધાંય વિહગો ત્યાં તો ઊડ્યાં સામટાં: વૃક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૬. લીલી આ વનરાજી...

લીલી આ વનરાજી, નીલ નભ ત્યાં નીચે નમીને પૂછે:
‘ક્યાં એ પંખી ગયાં પ્રસન્ન ટહુકા જેના હજી સાંભળું ?’
વૃક્ષોનાં સ્મિત થૈ બધાંય વિહગો ત્યાં તો ઊડ્યાં સામટાં:
વૃક્ષો, આભ, વિહગની અજબ આ જોતો રહ્યો પ્રાર્થના.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૪૦)