કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૯. સાંઈ

Revision as of 15:50, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૨૯. સાંઈ}} <poem> તમારે દર જઈને સર ઝુકાવું છું હવે સાંઈ, તમે બે હાથ લંબાવો કે આવું છું હવે સાંઈ. પ્રતીક્ષાની ધવલ ચાદર ચરણધૂલીને ઝંખે છે, કાં દર્શન થાય, કાં શ્વાસોને તાવું છું હવે સાંઈ. હવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૯. સાંઈ

તમારે દર જઈને સર ઝુકાવું છું હવે સાંઈ,
તમે બે હાથ લંબાવો કે આવું છું હવે સાંઈ.
પ્રતીક્ષાની ધવલ ચાદર ચરણધૂલીને ઝંખે છે,
કાં દર્શન થાય, કાં શ્વાસોને તાવું છું હવે સાંઈ.
હવામાં ઝીણી ઝીણી, મીઠી મીઠી ઘૂઘરી વાગે,
તમે આવો, હૃદયમંદિર સજાવું છું હવે સાંઈ.
કરો દીદાર, કોઈ પણ કયામત જોઈ લેવાશે,
હૃદય પર હાથ દો, પડદો ઉઠાવું છું હવે સાંઈ.
૧૯–૫–૧૯૬૬

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૭૮)