કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૦. દરિયો રહી ગયો...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૩૦. દરિયો રહી ગયો...}} <poem> દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો, હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો. શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે, ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો. ઝારી લઈને બાગમાં ફરત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૩૦. દરિયો રહી ગયો...}}
{{Heading| ૩૦. દરિયો રહી ગયો...}}
<poem>
<poem>
Line 10: Line 11:
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો.
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો.
તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી,
તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી,
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.<br>
૧૪–૧–’૭૦
૧૪–૧–’૭૦
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૮૨-૧૮૩)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૮૨-૧૮૩)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૯. સાંઈ
|next = ૩૧. તારી સુવાસ
}}

Latest revision as of 02:51, 13 November 2022

૩૦. દરિયો રહી ગયો...

દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો.
શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે,
ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો.
ઝારી લઈને બાગમાં ફરતો રહ્યો બધે,
ગમતો’તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો.
જકડું છું હાથમાં તો એ સચવાઈ જાય છે,
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો.
તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી,
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.

૧૪–૧–’૭૦

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૮૨-૧૮૩)