કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૭. એક જ છે

૪૭. એક જ છે

આમ મન્સૂર ને મજનૂની કથા એક જ છે,
વિશ્વથી તૃપ્ત કે તરસ્યાની દશા એક જ છે.
ઝીલીને એટલા ટુકડા મેં ગુજાર્યું જીવન,
કેમ માનું કે ફકીરોનો ખુદા એક જ છે!
જીવતાં વસ્ત્ર બન્યું, મોત પર બન્યું ચાદર,
મંદિરો સાવ જુદાં છે ને ધજા એક જ છે.
મિત્રને જીતવો, દુશ્મનને પરાજિત કરવો,
દર્દ આ બેઉ અલગ છે ને દવા એક જ છે.

૧૯૭૫

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૫૫)