કાવ્ય-આચમન શ્રેણી - ઉશનસ્/૪૫. વેદના એ તો વેદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫. વેદના એ તો વેદ|ઉશનસ્}} <poem> વેદના એ તો વેદ રે ભાઈ, ::: વેદના વી...")
 
No edit summary
Line 4: Line 4:
વેદના એ તો વેદ રે ભાઈ,
વેદના એ તો વેદ રે ભાઈ,
::: વેદના વીંધ્યો વેદ.
::: વેદના વીંધ્યો વેદ.
કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ!
કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ!
::: વેદના એ તો વેદ!
::: વેદના એ તો વેદ!
તત્ત્વપતણું એ ટૂંપણું નાહીં,
તત્ત્વપતણું એ ટૂંપણું નાહીં,
::: કોરું, સાવ જ કોરું,
::: કોરું, સાવ જ કોરું,
Line 11: Line 13:
::: કોમળ કાળજ કોર્યું;
::: કોમળ કાળજ કોર્યું;
ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ,
ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ,
::: ફૂંક્યો વાંસળીવેધ. —વેદનાo
::: ફૂંક્યો વાંસળીવેધ.{{space}} —વેદનાo
 
વેદના એ તો વેદથી મોટી,
વેદના એ તો વેદથી મોટી,
::: વેદથી જૂની વાણ;
::: વેદથી જૂની વાણ;
Line 17: Line 20:
::: મરમી કોકને જાણ;
::: મરમી કોકને જાણ;
છોગું છડેચોક રાખે, પણ,
છોગું છડેચોક રાખે, પણ,
::: છાતીએ છૂપો છેદ. —વેદનાo
::: છાતીએ છૂપો છેદ.{{space}} —વેદનાo


</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)}}

Revision as of 12:22, 14 July 2021

૪૫. વેદના એ તો વેદ

ઉશનસ્

વેદના એ તો વેદ રે ભાઈ,
વેદના વીંધ્યો વેદ.

કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ!
વેદના એ તો વેદ!

તત્ત્વપતણું એ ટૂંપણું નાહીં,
કોરું, સાવ જ કોરું,
વેદના એ તો લીલા વાંસનું
કોમળ કાળજ કોર્યું;
ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ,
ફૂંક્યો વાંસળીવેધ.          —વેદનાo

વેદના એ તો વેદથી મોટી,
વેદથી જૂની વાણ;
જોગી ન જાણે, ભોગી ન જાણે,
મરમી કોકને જાણ;
છોગું છડેચોક રાખે, પણ,
છાતીએ છૂપો છેદ.          —વેદનાo

(સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)