કાવ્ય-આચમન શ્રેણી - ઉશનસ્/૪૫. વેદના એ તો વેદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 23: Line 23:


</poem>
</poem>
:::::(સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)}}
::::::::(સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)}}

Revision as of 12:24, 14 July 2021

૪૫. વેદના એ તો વેદ

ઉશનસ્

વેદના એ તો વેદ રે ભાઈ,
વેદના વીંધ્યો વેદ.

કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ!
વેદના એ તો વેદ!

તત્ત્વપતણું એ ટૂંપણું નાહીં,
કોરું, સાવ જ કોરું,
વેદના એ તો લીલા વાંસનું
કોમળ કાળજ કોર્યું;
ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ,
ફૂંક્યો વાંસળીવેધ.          —વેદનાo

વેદના એ તો વેદથી મોટી,
વેદથી જૂની વાણ;
જોગી ન જાણે, ભોગી ન જાણે,
મરમી કોકને જાણ;
છોગું છડેચોક રાખે, પણ,
છાતીએ છૂપો છેદ.          —વેદનાo

(સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)}}