કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૬. જલધિમોજ શો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. જલધિમોજ શો|}} <poem> તૂટો, નવ તૂટો, પહાડ; કણ વા ખરો, ના ખરો : નહી...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૬. જલધિમોજ શો|}}
{{Heading|૧૬. જલધિમોજ શો|પ્રહ્લાદ પારેખ}}


<poem>
<poem>
Line 18: Line 18:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૧૫. અંધ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૧૭. ગામની વિદાય
}}
}}

Latest revision as of 08:58, 24 June 2022


૧૬. જલધિમોજ શો

પ્રહ્લાદ પારેખ

તૂટો, નવ તૂટો, પહાડ; કણ વા ખરો, ના ખરો :
નહીં જલધિમોજ એ કદીય ચિત્ત ચિંતા ધરે.
પ્રફુલ્લ સુખ, – ઉરગીત સહુ અંગથી નાચતાં, –
વહી સતત કાંઠડે ભીષણ પર્વતે આથડે.

હું યે જલધિમોજ શો, ક્યમ કદીય ચિંતા ધરું :
‘તૂટે મનુજદુઃખનો અડગ શે ઊભો પ્હાડ આ ?’
ઉરે હું લઈ ગીત, ને સ્મિત તણી ધરી દીવડી,
યુગોયુગ તણા પહાડ પર જૈ પડું આથડી !
(બારી બહાર, પૃ. ૯૨)