કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૪. દિલડાંની વાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૪. દિલડાંની વાત| પ્રહ્લાદ પારેખ}} <poem> અમને ન આવડે કંઈ દિલડા...")
 
No edit summary
 
Line 39: Line 39:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૪૩. કેટલે દાડે
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૪૫. વાંસળી
}}
}}

Latest revision as of 05:09, 25 June 2022


૪૪. દિલડાંની વાત

પ્રહ્લાદ પારેખ

અમને ન આવડે કંઈ દિલડાંની વાત,
કે’તાં દિલડાંની વાત.          – અમને૦
દિલડાંની વાતુ એવી,
વાદળ માંયલી વીજળી જેવી:
હે જી એને કેમ રે બંધાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવરે અગન્યાન.          – અમને૦

ફૂલડાં સમી જો હોયે,
માળા ગૂંથી તો તો લઈયે:
હે જી આ તો ફૂલડાં નહિ ને
કેવળ ભમતો પરાગ:
એને કેમ રે ગૂંથાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવ રે અગન્યાન.          – અમને૦

માછલાં સમી જો હોયે,
શબદજાળે બાંધી લઈયે:
હે જી આ તો કલકલ જળરવ,
એને કેમ રે બંધાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવરે અગન્યાન.          – અમને૦

દિલડું હશે જો વાતો
દિલની ઝલાશે એ તો:
ભલે હોય વીજળી, પરાગ,
કે કલકલ એ અવાજ :
એ તો સૌ દિલડે બંધાય,
એ તો સૌ દિલડે ઝલાય,
એ તો સૌ દિલડે ગૂંથાય.          – અમને૦
(સરવાણી, પૃ. ૩૬)