કિન્નરી ૧૯૫૦/કહું?

કહું?

કહું? કહું તો લાજું!
એક નદીનાં વ્હેણ વહે બે બાજુ!
એક ચહે પોતામય થાવું
પાછા જૈ ગિરિગાગરમાં,
એક કહે અંતે લય થાવું
આગળ જૈ દૂર સાગરમાં;
અને ન આડી આવે એને પાજું!
ગંગાજમુના સઘળી દીઠી,
નદીઓ લાખ હજાર સહી;
એક નદી આ નવલી દીઠી,
પામું જેનો પાર નહીં!
પ્રીતે એની પાગલ રીત પર રાજું!

૧૯૪૯