કિન્નરી ૧૯૫૦/ગૂંથી ગૂંથી

From Ekatra Wiki
Revision as of 01:03, 23 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''ગૂંથી ગૂંથી'''</big></big></center> <poem> ગૂંથી ગૂંથી ગીતફૂલની માલા, કંઠ ધરે છે કોણ અરે સૂરબાલા? મંદ એણે સૂર ગૂંથ્યો મંદાર, પારિજાતક જેવો જાણે ગૂંથ્યો રે ગંધાર; ઊગતી જાણે હોય ન ઉષા મેરુની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગૂંથી ગૂંથી

ગૂંથી ગૂંથી ગીતફૂલની માલા,
કંઠ ધરે છે કોણ અરે સૂરબાલા?

મંદ એણે સૂર ગૂંથ્યો મંદાર,
પારિજાતક જેવો જાણે ગૂંથ્યો રે ગંધાર;
ઊગતી જાણે હોય ન ઉષા મેરુની ઓ પાર
એમ ઝરે છે બોલ રે કાલા કાલા!

સ્વર્ધુનીનો લય લઈ, લૈ તાલ,
સૂરસુગંધની લહરીઓમાં બાંધ્યો એણે કાલ;
વસવું જાણે વૈકુંઠને હો વ્રજની રે અંતરાલ
એમ ધરે છે ગીત રે વ્હાલાં વ્હાલાં!

૧૯૫૦