કોડિયાં/આશા

આશાઆભ મોટું પાંદરડું,
ઉપર ચળકે ચાંદરડું;
જાણે. ઝાકળ મોતીડું,
          હસતું તગમગતું!
બ્હેન! આ ઊંચેની વાત!
નીચેની પણ તેવી વાત!

માનવઉર એ આભલડું;
ઉપર આશા ચાંદરડું;
જાણે ઝાકળ-મોતીડું;
          લસતું ઝગમગતું!
મ્હારું ઉરપ એ આભલડું!
ઉપર બ્હેની ચાંદરડું!

16-8-’27