કોડિયાં/આશા

Revision as of 11:59, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આશા|}} <poem> આભ મોટું પાંદરડું, ઉપર ચળકે ચાંદરડું; જાણે. ઝાકળ મો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આશા


આભ મોટું પાંદરડું,
ઉપર ચળકે ચાંદરડું;
જાણે. ઝાકળ મોતીડું,
          હસતું તગમગતું!
બ્હેન! આ ઊંચેની વાત!
નીચેની પણ તેવી વાત!

માનવઉર એ આભલડું;
ઉપર આશા ચાંદરડું;
જાણે ઝાકળ-મોતીડું;
          લસતું ઝગમગતું!
મ્હારું ઉરપ એ આભલડું!
ઉપર બ્હેની ચાંદરડું!

16-8-’27